છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં 55 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં મેળવ્યો પ્રવેશ

અમદાવાદ: સામાન્ય રીતે ખાનગી સ્કૂલમાં વાલીઓ પોતાના બાળકોના એડમિશન લેવા માટે પડા પડી કરતા હોય છે જરૂર પડે ડોનેશન કે મસ મોટી ફી પણ આપતા હોય છે, પરંતુ અમદાવાદમાં હવે ઊલટી ગંગા જોવા મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં 55 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.
એક તરફ મોંઘવારીનો માર વાલીઓ સહન કરી રહ્યા છે તો બીજી તરફ ખાનગી શાળાઓમાં દર વર્ષે તોતિંગ ફી વધારો ઝીંકી દેવામાં આવે છે.. અને ઘણીવાર એવું બને છે કે ગુણવત્તાસભર અને લાયકાત ધરાવતા શિક્ષકો ન હોવાને કારણે વાલીઓ હવે સરકારી શાળા તરફ વળ્યા છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં વાલીઓનો ધસારો એડમિશન માટે જોવા મળ્યો છે.. છેલ્લા 10 વર્ષની વાત કરવામાં આવે તો અંદાજિત 55 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
- વર્ષ 2014- 2015માં કુલ 4347 વિદ્યાર્થીઓ
- 2015-2016માં 5481વિદ્યાર્થીઓ
- 2016-2017માં 5005 વિદ્યાર્થીઓ
- 2017-2018માં 5219 વિદ્યાર્થીઓ
- 2018-2019માં 5791વિદ્યાર્થીઓ
- 2019-2020માં 5272 વિદ્યાર્થીઓ
- 2020-2021માં 3334 વિદ્યાર્થીઓ
- 2021-2022માં 6289 વિદ્યાર્થીઓ
- 2022-2023માં 9500 વિદ્યાર્થીઓ
- 2023-2024માં 5315 વિધાર્થીઓ
- 2024-2025માં 4399 વિદ્યાથીઓએ પ્રવેશ લીધો.
આ સાથે ચાલુ શૈક્ષિણક વર્ષ માટે આગામી ઓગસ્ટ સુધી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. થલતેજની વાત કરવામા આવે તો થલતેજ ખાતે આવેલી સ્માર્ટ શાળામાં જ છેલ્લા બે વર્ષમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. સરકાર દ્વારા લેવામા આવતી સ્કોલરશીપ પરિક્ષામા પણ આ વિદ્યાર્થીઓ સારા ક્રમાકે પાસ થયા છે.. સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. સરકારી શાળાની સુવિધાની વાત કરવામાં આવે તો.
પ્રવેશ લેવાના કારણો
- ગુણવતાલક્ષી અભ્યાસ કરવાય છે.
- ક્વાલિફિયાઈડ શિક્ષકની ભરતી.
- સ્માર્ટ ક્લાસ અને ગૂગલ સ્કૂલ દ્વારા અભ્યાસ.
- નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના,સ્કોલરશીપ યોજનાઓનો લાભ.
- વિનામૂલ્યે પુસ્તકો, ગણવેશ અને ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે.
થલતેજ વિસ્તારની શાળા ખાતે પ્રવેશ માટે આવેલ વાલીઓનો એડમિશન માટે ઘસારો જોવા મળ્યો હતો. વાલીઓનું કહેવું છે કે ખાનગી શાળામાં જે ફી વસૂલવામાં આવે છે તેમ જ ઇતર પ્રવૃત્તિઓના નામે પણ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને શાળાએ મોકલવાનો ટ્રાન્સપોર્ટેશન ફી પણ લેવાતી હોય છે. આ બધા ફી ના ખર્ચા ને સામે સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં કોઈપણ પ્રકારની ફી વગર ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સ્માર્ટ સ્કૂલોમાં ખાનગી સ્કૂલો કરતા પણ આ સ્માર્ટ સ્કૂલોમાં સાયન્સ લેબ મેથ્સ લેબ કોમ્પ્યુટર લેબ ઊભી કરવામાં આવી છે. સાથે જ મધ્યાન ભોજન પણ આપવામાં આવે છે.
ખાનગી શાળામાં અભ્યાસ કરતા જ બાળકો ઇનોવેટિવ કરી બતાવે તેવું નથી પરંતુ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો વિવિધ ઈનોવેટીવ પ્રોજેક્ટ કરે છે. થલતેજની શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ કરીને પ્રાઈઝ પણ પોતાને નામ કર્યા છે.