November 27, 2024

ખોળામાં લેપટોપ રાખીને કામ કરવું મોટી બિમારીને આપશે ‘આમંત્રણ’

અમદાવાદ: કોરોના આવતાની સાથે મોટા ભાગના લોકોને વર્ક ફોર્મ હોમ મળ્યું હતું. જેના કારણે લોકોને ઘરેથી કામ કરવું પડતું હતું. જેમાં લોકોને આદત પડી ગઈ હતી પોતાના ખોળામાં લઈને કામ કરવાનું. પરંતુ શુ તમને ખબર છે કે આ કરવાથી તમને ઘણી બિમારીનો સામનો કરવાનો વારો આવી શકે છે. તમે ઘણી બધી બિમારીનો શિકાર બની શકો છો. જો તમને પણ ખોળામાં રાખીને લેપટોપ પર કામ કરો છો તો તે તમારે માટે નુકશાન થઈ શકે છે. પરંતુ શુ તમને ખબર છે કે ખોળામાં લેપટોપ પર કામ કરવાથી શું નુકશાન થાય છે?

નુકશાન થઈ શકે છે
આજના સમયમાં ખોળામાં રાખીને લેપટોપનો ઉપયોગ કરવો સામાન્ય બની ગયું છે. તમારી આ નાની ભૂલ તમારી તબિયતને ભારે નુકશાન પહોંચાડી શકે છે. તેના ગેરફાયદાઓ વધારે છે. જો તમે પણ આવી જ ભૂલ કરો છો તો ચેતી જજો. તમને થોડી રાહત તો થશે પરંતુ તે તમને નુકશાન થઈ શકે છે. આ આરામ તમને કેટલો નુકશાન આપી શકે છે તે તમે કલ્પના કરી શકતા નથી. આ કરવાથી તમને ત્વચાના રોગો થઈ શકે છે. પટોપમાંથી નીકળતી ગરમ હવા ત્વચા પર બળતરા પેદા કરી શકે છે, જેને ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રોમ કહેવાય છે. જેના કારણે તમને ચામડીનો રોગ થઈ શકે છે.

આ રીતે બચો
તમને ચામડીના રોગની સાથે પ્રજનન ક્ષમતા પર તેની અસર થઈ શકે છે. એક માહિતી અનુસાર પુરુષોમાં, લેપટોપમાંથી ગરમ હવા શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તાને ઘટાડી શકે છે. જેના કારણે તમને લેપટોપ રાખવું નુકશાન આવી શકે છે. તમે સતત આવી રીતે બેસો છો તો તમને પીઠનો દુખાવો થઈ શકે છે. આ સિવાય પણ તમે બીજી સમસ્યામાં સપડાઈ શકો છો. જેના કારણે તમારે લેપટોપને ટેબલ પર રાખો અને તેને ઓપરેટ કરવાનું રાખો. દર 20-30 મિનિટે વિરામ રાખવાનું રાખો. તમારી આંખોને થોડી વારે થોડી વારે આરામ આપો. આ ટિપ્સ ફોલો કરીને તમે તમારા ખોળામાં લેપટોપ રાખવાથી થનારી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકો છો.