July 7, 2024

EDએ આજે ​​તેજસ્વીને બોલાવ્યા, લેન્ડ ફોર જોબ મામલે થશે પૂછપરછ

આજે EDએ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યું છે. ગઈ કાલે  RJDના વડા લાલુ પ્રસાદની આ કેસમાં 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર EDની ટીમે જમીન-જોબ કેસમાં લાલુ પ્રસાદની પૂછપરછમાં 60 એવા સવાલો કરવામાં આવ્યા કે લાલુ પ્રસાદનો પરસેવો છૂટી ગયો હતો. લાલુએ થોડા સવાલોના જવાબ સરળતાથી આપ્યા હતા.

વિપક્ષી નેતાઓને નિશાન
આ પહેલા પત્રકારો સાથે વાત કરતા મીસા ભારતીએ કહ્યું હતું કે જ્યારે પણ કોઈ એજન્સી અમારા પરિવારના સભ્યોને પૂછપરછ માટે બોલાવે છે. ત્યારે અમે તેમને સહકાર આપીએ છીએ અને તમામ તેમના સવાલોના જવાબ આપીએ છીએ. લાલુ યાદવને સ્વાસ્થ્યની સ્થિતિને કારણે એકલા ચાલવું મુશ્કેલ પડી રહ્યું છે. જેના કારણે તેઓની સાતે કોઈને કોઈ સાથે હોય છે. આ સમયે મીસા ભારતીએ વાત કરતા કહ્યું કે લોકસભા 2024ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્ર સરકાર ED અને CBI દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહી છે.

આ પણ વાચો: EDએ લાલુ યાદવને 5 કલાકમાં એવા કર્યા સવાલ કે છૂટી ગયો પરસેવો

લાલુ યાદવને ટેકાની જરૂર
લાલુની સિંગાપોર સ્થિત પુત્રી રોહિણી આચાર્યએ દાવો કર્યો હતો કે તેમની બહેન ભારતી દ્વારા વારંવાર વિનંતીઓ કરવામાં આવી હતી. તેમ છંતા ED અધિકારીઓએ RJDના વડાના કોઈ પણ સહયોગીને કેન્દ્રીય એજન્સીની ઓફિસમાં પ્રવેશવા અને તેમની સાથે જવા દીધા ન હતા. રોહિણીએ X (ટ્વિટર) પર લખ્યું, મારા પિતાની તબિયત વિશે બધા જાણે છે. મારા પિતા આધાર વિના ચાલી પણ શકે તેમ નથી. એમ છંતા ED અધિકારીઓએ કોઈપણ સહાયકને તેમની ઓફિસમાં પ્રવેશવા અથવા તેની સાથે જવાની મંજૂરી આપી ન હતી. આ અમાનવીય વર્તન છે. આવું કરનાર તમામ અધિકારીઓને શરમ આવી જોઈએ.

આ પણ વાચો: નીતિશ કુમારે સાંસદોને બોલાવ્યા નિવાસસ્થાને, 12 વાગ્યાથી યોજાશે મોટી બેઠક

બિહારના ડેપ્યુટી સીએમએ શું કહ્યું?
લાલુ પ્રસાદ યાદવને EDના સમન પર બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે જ્યારે તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે શું કર્યું હતું તે જનતા જાણે છે. દેશની જનતા જાણે છે કે આ કોણ ભ્રષ્ટાચારીઓ છે. વઘુમાં કહ્યું કે ભ્રષ્ટાચાર તેમના માટે રત્ન સમાન છે. વાસ્તવમાં, 2004 થી 2009 વચ્ચે, આરજેડી પ્રમુખ લાલુ યાદવ મનમોહન સિંહની સરકારમાં રેલ્વેપ્રધાન હતા. આ સમયગાળા દરમિયાન તેમની ઉપર મોટા આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપ છે કે લાલુએ ઉમેદવારોને નોકરીના બદલામાં પોતાના પરિવારના નામે જમીન અને ફ્લેટ અપાવવા માટે મેળવ્યા હતા. EDની ચાર્જશીટ મુજબ 2004-2009 વચ્ચે લાલુ યાદવે રેલવેના અલગ-અલગ ઝોનમાં ગ્રુપ Dની પોસ્ટ પર ખોટી નિમણૂંકો કરી હતી. નોકરીના બદલામાં તેણે જમીન તેના પરિવારના સભ્યો અને એકે ઈન્ફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરી હતી.