June 30, 2024

Rajkot અગ્નિકાંડને લઇ લાલજી દેસાઇનું નિવેદન, બુલડોઝર ફેરવી અનેક પુરાવાનો કરાયો નાશ

રિપોર્ટ – ઋષિ દવે, રાજકોટ

Rajkot game Zone: રાજકોટ ગેમઝોનમાં દુર્ઘટનાને લઈને આખે આખુ ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ દુર્ઘટનામાં બાળકોથી લઈને કુલ 27 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે હવે આ ગોઝારી દુર્ધટનાને લઇને રોજ નવા-નવા ખુલાસા થતા રહે છે. ત્યારે હવે આ ઘટનાને લઇને લાલજી દેસાઇએ નિવેદન આપ્યું છે. લાલજી દેસાઇએ જણાવ્યું કે, અગ્નિકાંડમાં પત્રકારોએ ખૂબ લડાઇ લડી છે. તેમણે જણાવ્યું કે, આખા ગેમ ઝોનમાં બહાર નીકળવાનો કોઇ રસ્તો જ ન હતો. તેમજ અંદરથી લોકોને પતરા ખખડાવતા જોયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ અગ્નિકાંડ મામલે લાલજી દેસાઇએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, બહારના લોકોએ કહ્યું કે, પતરા ખખડાવતા લોકોને જોયા છે. બહાર નીકળવાનો કોઇ રસ્તો ન હતો. એક તરફ પેટ્રોલના કેરબા હતા અને બીજી તરફ વેલ્ડિંગ થતું હતું. જોકે, આ માનવ સર્જિત ગુનો છે. આ માનવસર્જિત ઘટનામાં બપોર પછી બુલડોઝર ફેરવીને અનેક પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે. તેમજે જેસીબીમાં લોકોએ મૃતદેહના ટૂકડા જોયા છે.

વધુમાં લાલજી દેસાઇએ જણાવ્યું કે, મૃતકોના આંકડાઓ પણ અલગ-અલગ જણાવાવમાં આવી રહ્યા છે. તેમજ આ ઘટનાને લઇને પત્રકારોએ ખૂબ લડાઇ લડી છે. રાજકોટના પત્રકારોને સલામ છે તેમણે અમારા કરતા પણ તીખા અને મજબૂત પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ઘટના કાળજું કંપાવી મૂકે એવી હતી. જોકે, આ ઘટનામાં પીડિત પરિવારોને ફરિયાદીમાં લેવા જોઇએ. તેમજ પીડિતના એક પુત્ર એક દિવસ અગાઉ અમારી સાથે ધરણાંમાં હતા.

ઉલ્લેખનીય છે કે લાલજી દેસાઇએ નેતાઓ પર આક્ષેપ કરતા કહ્યું કે, રાજકોટ અગ્નિકાંડની ઘટના બન્યા બાદ કોઇપણ નેતા પરિવારજનોના આંસુ લૂછવા નથી ગયા. રાજકોટમાં સાંસદ સર્ટિફિટેક લઇને દિલ્હી જવાનો ટાઇમ હતો પણ પીડિતોના પરિવારને મળવા ન્હોતા ગયા. માત્રને માત્ર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર આ ઘટનાઓ માટે જવાબદાર છે. અત્યાર સુધીની તક્ષશિલાની ઘટના હોય કે મોરબીની ઘટના હોય કોઇપણ આરોપીઓ જેલમાં નથી. જેમા ભ્રષ્ટાચાર નેતાઓની સંડોવણી છે. જોકે, અમે 15 તારીખે પોલીસ કમિશનર કચેરીએ દેખાવો કરીશું. તેમજ રાજકોટના એક દિવસ રાજકોટ પણ બંધ કરાવીશું.