લલિત મોદીનો ડાન્સ કરતો વીડિયો થયો વાયરલ, લોકોએ કરી ખૂબ કોમેન્ટ
Lalit Modi: ભારતીય બેંકો સાથે છેતરપિંડી કરનાર લલિત મોદીનો સોશિયલ મીડિયા પર ફરી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પર અલગ અલગ પ્રકારની લોકો કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયોની કોમેન્ટમાં તેની પાસે બેંકોમાં પૈસા પરત કરવાની માંગ કરી રહ્યા હોય તેવી ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો: અલ્લુ અર્જુનના ઘર પર ફેંકાયા ટામેટા, પોલીસે વધારી સુરક્ષા
લલિત મોદીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
વીડિયોમાં લલિત મોદી ‘યેશુ દી બલે-બલે’ ગીત પર ખૂબ જ ખુશીથી ડાન્સ કરી રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે લલિત મોદી ક્રિસમસ પાર્ટીમાં ગયા છે અને તે મસ્ત રીતે પાર્ટીની મજા માણી રહ્યાં છે. આ વીડિયોને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકો જોઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકો આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક એ લખ્યું કે લાગે છે કે સાહેબની લોન માફ થઈ ગઈ છે. એક એ તો લખ્યું કે ભાઈ ઈન્ડિયા પાછા કયારે આવો છો.