પાકિસ્તાનથી આવેલો સગીર ઝડપાયો, કચ્છ પોલીસ-ગુજરાત ATSની સંયુક્ત કાર્યવાહી

અમદાવાદઃ અવારનવાર પાકિસ્તાથી ઘુસણખોરો ભારતમાં ઘુસી જતા હોય છે. ત્યારે પાકિસ્તાનથી આવેલો એક સગીર ઝડપાયો છે. ગુજરાત ATS અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે.
મળતી માહિતી પ્રમાણે, થરપારકરના મીઠી જિલ્લાના ડેરમો ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. આ સગીરનું નામ લવ સ્વરૂપ ભીલ હોવાનું જણાવ્યું છે. હાલ સગીરની પૂછપરછ ચાલુ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ સંદિગ્ધ ગતિવિધિ સામે આવી નથી.