કચ્છમાં મધરાતે 5.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

કચ્છઃ જિલ્લામાં મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. ત્યારે ભૂકંપને પગલે જિલ્લાવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 23.6 કિલોમીટર દૂર નોંધાયું હતું. જિલ્લાના ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

અવાજની સાથે ભૂકંપનો જોરદાર આંચકો આવતા કચ્છવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.