ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યુઝ, આ ખેલાડી મેદાનમાં કરશે વાપસી
Kuldeep Yadav: ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ગમે ત્યારે હવે થઈ શકે છે. આ વચ્ચે હવે સારા સમાચાર સામે આવ્યા છે. કુલદીપ યાદવને ઈજા થઈ હતી તેમાં હવે તેમને રાહત છે. કુલદીપ યાદવ ઈજામાંથી સ્વસ્થ થઈને મેદાનમાં પરત ફર્યો છે. કુલદીપે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે બોલિંગ કરી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર છે.
View this post on Instagram
આ પણ વાંચો: મહાકુંભમાં વિરાટ કોહલીનું નામ ગુંજ્યું, વીડિયો થયો વાયરલ
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની હજૂ સુધી જાહેરાત થઈ નથી. થોડા જ સમયમાં થઈ શકે છે. કુલદીપ યાદવે પોતાની ફિટનેસને લઈને મોટું આપ્યું છે. જે ટીમ ભારત માટે ખુશીની વાત છે. કુલદીપે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે નેટ્સમાં બોલિંગ કરી રહ્યો છે. બોલિંગ કરતા સમયે તે એકદમ ફિટ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ તેની ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં તે ટીમ ઈન્ડિયાનો ભાગ ના હતો.