કૃણાલ પંડ્યાએ પોતાની મેચવિનિંગ ઇનિંગ્સનું ખોલ્યું રહસ્ય, કોહલી વિશે કહી આ મોટી વાત

Krunal Pandya: IPL 2025ની 46મી મેચ દિલ્હી કેપિટલ્સ અને બેંગ્લોર વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. RCBએ 6 વિકેટે જીત પ્રાપ્ત કરી હતી. આ મેચનો હીરો કૃણાલ પંડ્યા હતો. આ મેચમાં કૃણાલ પંડ્યાએ બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.આ શાનદાર પ્રદર્શન માટે કૃણાલ પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
આ પણ વાંચો: CSKની હાર પછી અભિનેત્રી શ્રુતિ હાસન રોવા લાગી, વીડિયો થયો વાયરલ
વિરાટ કોહલીના વખાણ કર્યા
કૃણાલ બેટિંગ કરવા આવ્યો ત્યારે RCB ટીમે 26 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. મેચ બાદ કૃણાલ પંડ્યાએ પોતાની શાનદાર ઇનિંગનો શ્રેય વિરાટ કોહલીને આપ્યો હતો. મેચ બાદ કૃણાલ પંડ્યાએ વિરાટની ખૂબ પ્રશંસા કરી હતી. કૃણાલ પંડ્યાએ કહ્યું કે જ્યારે વિરાટ બીજા છેડે હોય ત્યારે રન બનાવવા ખૂબ જ સરળ હોય છે.