July 2, 2024

ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચ જીતી તેની 5 મહત્વપૂર્ણ ક્ષણો

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા સામે 7 રનથી જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ મેચ દરમિયાન ઘણા એવા મુમેન્ટ હતા જે ક્યારે પણ નહીં ભૂલાય. આવો જાણીએ એ 5 ક્ષણો વિશે.

ઈતિહાસ રચ્યો
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ છેલ્લે સુધી મનોબળ અકબંધ રાખ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ માત્ર 169 રન સુધી જ પહોંચી શકી હતી. આ મેચ દરમિયાન ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

મહત્વની ઈનિંગ
T20 વર્લ્ડ કપ 2024માં ફાઈનલ મેચ સુધી વિરાટ કોહલીનું બેટ શાંત જોવા મળ્યું હતું, જેમાં તે 7 મેચમાં ખાલી 75 રન જ બનાવી શક્યો હતો. વિરાટે ખિતાબી મુકાબલામાં 76 રનની મહત્વની ઈનિંગ રમીને ફરી એકવાર પોતાને મોટા ખેલાડી તરીકે સાબિત થયો છે. મેચમાં એક સમયે ટીમ ઈન્ડિયાએ પ્રથમ 6 ઓવરમાં જ રોહિત શર્મા, પંત અને સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારબાદ વિરાટે આગલનો સ્કોર વધાર્યો હતો. કોહલીએ 59 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

કોહલી-અક્ષરની ભાગીદારી
આફ્રિકાની ટીમે શરૂઆતમાં જ 34ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમ પર દબાણ કરી દીધું હતું. પરંતુ બાદમાં અક્ષર પટેલને મોકલવામાં આવ્યો હતો. જે આગળ જઈને આ નિર્ણય ખરો સાબિત થયો હતો. અક્ષરે વિરાટ કોહલી સાથે માત્ર 54 બોલમાં 72 રનની ભાગીદારી સાથે 47 રનની મહત્વની ઈનિંગ પણ રમી હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ઈન્ડિયાએ મેચમાં પુનરાગમન કર્યું
એક સમયે આ મેચમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં 5 ઓવરમાં જીતવા માટે માત્ર 30 રનની જરૂર હતી. જસપ્રીત બુમરાહે ઇનિંગની 16મી ઓવરમાં ભારતીય ટીમ માટે બોલિંગની જવાબદારી લીધી હતી. જેમાં ખાલી 4 રન આપ્યા હતા. બુમરાહે ઇનિંગની 18મી ઓવર ફેંકી અને માત્ર 2 રન આપીને માર્કો જેન્સનની વિકેટ લેતાની સાથે મેચમાં વાપસી થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

હાર્દિકે અજાયબી બતાવી.
ફાઈનલ મેચમાં જ્યારે જસપ્રીત બુમરાહે ઈનિંગની 16મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ 17મી ઓવર બોલિંગ કરવાની જવાબદારી લીધી હતી. હાર્દિકે ઓવરના પહેલા જ બોલ પર તેણે હેનરિક ક્લાસેનની મહત્વની વિકેટ લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપ પકડ્યો
સૂર્યકુમાર યાદવ જેની પાસેથી આ ફાઇનલ મેચમાં દરેકને મોટી ઇનિંગની આશા હતી પરંતુ તેણે ત્યાં બધાને નિરાશ કર્યા હતા. પરંતુ તેણે એક કેચ એવો લીધો કે 1983ના વર્લ્ડ કપ ફાઇનલમાં તે ક્ષણ યાદ આવી ગઈ હતી. કપિલ દેવે વિવિયન રિચર્ડ્સનો કેચ પકડ્યો હતો. ડેવિડ મિલરે બોલ ફેંક્યો તો લાગ્યું કે 6 હશે પરંતુ પરંતુ સૂર્યકુમાર યાદવે પોતાની શાનદાર ફિલ્ડિંગથી બોલને કેચ કરી લીધો હતો.