ISROમાં પ્રાઇમ એસ્ટ્રોનોટ તરીકે UPના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાની પસંદગી
ISRO as Prime Astronaut: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ તેના સૌથી યુવા એસ્ટ્રોનોટ, ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આગામી ભારતીય-યુએસ સ્પેસ મિશન માટે પ્રાઇમ એસ્ટ્રોનોટ તરીકે પસંદ કર્યા છે. શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નોંધનીય છે કે, તાજેતરમાં શુક્લાનું પ્રમોશન થયું હતું.
કોણ છે ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા
શુભાંશુ શુક્લા નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને 17 જૂન 2006ના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર વિંગમાં કમિશન આપવામાં આવ્યું હતું. તે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનો રહેવાસી છે. તેમનો જન્મ 10 ઓક્ટોબર 1985ના રોજ લખનૌમાં થયો હતો. શુભાંશુ લખનૌના ત્રિવેણીનગરનો રહેવાસી છે. તેમના પિતાનું નામ શંભુદયાલ શુક્લ છે. તેમનું પ્રારંભિક શિક્ષણ સીએમએસ અલીગંજમાંથી થયું હતું.
You are looking at the 2nd Indian citizen to go to space after Wg. Cmdr. Rakesh Sharma! 🇮🇳 #ISRO
Wg. Cmdr. Shubhanshu Shukla has been chosen as the pilot for the Axiom-4 mission to the ISS with Grp. Cpt. Prasanth Nair as his backup!
The mission is slated to launch in October 🔥 pic.twitter.com/WNUsKbYz2E
— Debapratim (@debapratim_) August 2, 2024
શુભાંશુ લગભગ 2000 કલાકના ઉડ્ડયન અનુભવ સાથે લડાયક નેતા અને પરીક્ષણ પાઇલટ છે. સમય જતાં તેણે પોતાના ક્ષેત્રમાં નિપુણતા મેળવી. તેણે સુખોઈ 30MKI, MiG-21, MiG-29, Jaguar, Hok, Dornier અને An-32 સહિત વિવિધ પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાવ્યા છે.
શુભાંશુએ રશિયા અને અમેરિકામાં ચાર વર્ષ સુધી સખત તાલીમ લીધી છે. ઈસરોના આ મિશનમાં પસંદગી પામતા પહેલા તેમની પસંદગી ગગનયાન મિશન માટે પણ થઈ હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, જેઓ અવકાશયાત્રીઓમાં સૌથી વૃદ્ધ છે, તેમને શુભાંશુ શુક્લાના સહ-યાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમનો જન્મ 26 ઓગસ્ટ 1976ના રોજ કેરળના તિરુવાઝિયાદમાં થયો હતો. નાયર નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એરફોર્સ એકેડેમીમાં સ્વોર્ડ ઑફ ઓનર મેળવનાર પણ છે. તેઓ 19 ડિસેમ્બર, 1998ના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર શાખામાં કમિશન થયા હતા.
The second Indian ever to be chosen for a space mission after 40 years, Group Captain Shubhanshu Shukla! He's chosen for ISRO's forthcoming Human Space Flight Center (HSFC) mission Axiom-4. Group Captain Shukla will be primary mission pilot, while Group Captain Prashant… pic.twitter.com/tWJ0fYlLET
— Satnam Singh Sandhu (@satnamsandhuchd) August 2, 2024
ગ્રુપ કેપ્ટન નાયર એક કેટેગરી એ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર છે, જે સૌથી વધુ કેટેગરી પાઈલટ હાંસલ કરી શકે છે. તેની પાસે અંદાજે 3,000 કલાકનો ઉડાનનો અનુભવ છે. તે ટેસ્ટ પાઈલટ પણ છે. તેણે સુખોઈ-30એમકેઆઈ, મિગ-21, મિગ-29, હોક, ડોર્નિયર અને એએન-32 સહિત અનેક વિમાનો પણ ઉડાવ્યા છે.