રાહુલે IPLમાં છગ્ગાનો તોડ્યો રેકોર્ડ, શેન વોટસન અને જોસ બટલરને પણ છોડી દીધા પાછળ

IPL 2025 GT vs DC: દિલ્હી કેપિટલ્સના ખેલાડી કેએલ રાહુલ ફોર્મમાં જોવા મળી રહ્યું છે. આ સિઝનમાં તેનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હવે રાહુલે છગ્ગાનો રેકોર્ડ તોડ્યો છે. હાલ ગુજરાત સામેની મેચમાં તેણે 28 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: બ્લિંકિટ દ્વારા એરટેલ 5G સિમ મિનિટોમાં ઉપલબ્ધ થશે, આ શહેરમાં શરૂ કરવામાં આવી સુવિધા
રાહુલે ગુજરાત સામેની મેચમાં બનાવ્યો રેકોર્ડ
દિલ્હી કેપિટલ્સના ખેલાડી કેએલ રાહુલનું અત્યાર સુધીની મેચમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આજે ગુજરાત સામેની મેચમાં 28 રન બનાવ્યા હતા. આવું કરતાની સાથે તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. 28 રનમાં તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. રાહુલે IPLમાં 200 છગ્ગા પૂરા કર્યા છે. તેની સાથે સાથે રાહુલે 422 ચોગ્ગા પણ ફટકાર્યા છે.શેન વોટસન અને જોસ બટલર જેવા ઘણા ખેલાડીઓને રાહુલે પાછળ છોડી દીધા છે.