કેએલ રાહુલ કરી રહ્યો છે જોરદાર પ્રેક્ટિસ, બેટના કરી દીધા ટૂકડા

KL Rahul: આઈપીએલની આ સિઝનમાં દિલ્હીની ટીમનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તેમાં દરેક ખેલાડીની મહત્વની ભૂમિકા ચોક્કસ છે. KL રાહુલ એકદમ ફિટ જોવા મળી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાં આગળ છે અને તેમાં પણ, KL રાહુલની ભૂમિકાને અવગણી શકાય તેવું નથી. આગામી મેચને લઈને તે સખત તૈયારી કરી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. બોલ ફટકારીને પોતાનું બેટ પણ તોડી નાખ્યું છે તેટલી તે તૈયારી કરી રહ્યો છે.

આ પણ વાંચો: CSK vs SRH વચ્ચે આજે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ

કેએલ રાહુલનું બેટ તૂટી ગયું
દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલની જોરદાર બેટિંગ પ્રેક્ટિસનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલનું બેટ બે ભાગમાં તૂટી ગયું હતું. કેએલ રાહુલે પ્રેક્ટિસ કરતી વખતે બેટમાંથી જોર જોરથી બોલ ફેંક્યા કે બેટ જ તોંડી નાખ્યું. આવું થવાથી એક વાત એ પણ છે કે આવનારી મેચને લઈને કેએલ રાહુલ ફૂલ તૈયારીમાં છે. દિલ્હીની આવનારી મેચ આરસીબી સાથે રમાવાની છે.