KKR vs RR: કોલકાતાને જરુર પડશે 2 પોઈન્ટની, નહીં તો બધી જીત બરબાદ થઈ જશે

IPL 2025 KKR vs RR: આજની મેચ કોલકાતા અને રાજસ્થાન વચ્ચે રમાવાની છે. હવેની તમામ મેચ પ્લેઓફ માટેની દોડ છે. આ દોડમાં ટકી રહેવા માટે હવે , કોલકાતા નાઈટ રાઈડર્સને રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે કોઈપણ કિંમતે જીતની જરૂર પડશે. જો આજની મેચમાં કોલકાતાની ટીમ નહીં જીતે તો પ્લેઓફમાં પહોંચવાનું તેનું સ્વપ્ન અધૂરું રહી શકે છે. KKR પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાન પર છે. જોકે હવે તેની 4 મેચ બાકી છે.

આ પણ વાંચો: BSNLએ લોન્ચ કર્યો 300 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન, યુઝર્સને રોજ 3GB ડેટા મળશે

પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું
પ્લેઓફમાં ટકી રહેવા માટે KKR ને ચારેય મેચ જીતવી પડશે. રાજસ્થાનની સામેની મેચમાં જીત પ્રાપ્ત કરવી પડશે. રાજસ્થાન રોયલ્સ 11 મેચમાં 6 પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે. RR પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, પરંતુ પ્લેઓફમાં પહોંચવાના અન્ય ટીમોના સપનાઓને ચકનાચૂર કરી શકે છે. KKR એ ટીમોમાંની એક છે. KKRની સૌથી મોટી સમસ્યા એ છે કે આન્દ્રે રસેલ લયમાં જોવા મળી રહ્યો નથી.