ઇડન ગાર્ડન્સમાં પુરન લાવ્યો રનનું પૂર, 7 ચોગ્ગા 8 સિક્સ

KKR vs LSG: નિકોલસ પૂરને કોલકાતા નાઈટ રાઈડર્સના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાની ટીમનો પરસેવો વાળી દીધો હતો. પૂરણે શાનદાર બેટિંગ કરી હતી. ઓનલી 21 બોલમાં તેણે અડધી સદી પુર્ણ કરી હતી. પૂરને 241 ના સ્ટ્રાઇક રેટ સાથે તબાહી મચાવી હતી. જેમાં 26 બોલમાં 87 વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: શાર્દુલ ઠાકુર બનાવી લીધો આ ખાસ રેકોર્ડ, ઝહીર ખાનની કરી લીધી બરાબરી

પૂરને ગરમી વધારી
KKRએ ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. માર્કરામ અને માર્શે પહેલી વિકેટ માટે 10.2 ઓવરમાં 99 રન જોડ્યા હતા. માર્કરામે 28 બોલમાં 47 રન ફટકાર્યા, જ્યારે માર્શે 48 બોલમાં 81 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ પછી પૂરન મેદાનમાં આવ્યો અને બેટથી તબાહી મચાવી દીધી હતી. પૂરને 21 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. લખનૌના આ બેટ્સમેને 87 રનની અણનમ ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આવું કરતાની સાથે પૂરણે IPLમાં પોતાના 2 હજાર રન પણ પૂરા કરી લીધા છે.