November 26, 2024

આજે KKR અને DCનો ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં મહામુકાબલો

IPL 2024: આજે સાંજે આ સિઝનની 47મી મેચ રમાવાની છે. જેમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ એક બીજા સાથે ટકરાશે. દિલ્હીની ટીમની વાત કરવામાં આવે તો તેણે છેલ્લે મુંબઈની ટીમને હરાવી હતી.

મેદાનમાં ઉતરશે
IPL 2024ની 47મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ દિલ્હી સાથે ટકરાવાની છે. બંને ટીમ આજની મેચમાં જીત મેળવા માટે પુરા પ્રયાસ કરશે. ઈડન ગાર્ડન્સમાં આ વખતની સિઝનમાં રમાયેલી તમામ મેચ જોરદાર રહી છે. આ મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો જાણે વરસાદ થતો હોય તેવું દરેક મેચમાં જોવા મળ્યું હતું. આ મેદાન ખેલાડીઓ માટે ખુબ સારૂ સાબિત થઈ રહ્યું છે. છેલ્લી મેચ અહિંયા જ્યારે રમાણી હતી તે સમયે પંજાબની ટીમે 262 રનના લક્ષ્યનો પીછો કરીને ઈતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સે થોડા દિવસોમાં SRH ટીમનો મોટો રેકોર્ડ તોડ્યો

આ નિર્ણય ખરો
આઈપીએલમાં અત્યાર સુધી ઈડન ગાર્ડન્સમાં ટોટલ 90 મેચોનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 37 ટીમ એવી હતી કે જેણે પ્રથમ બેટિંગ કરીને જીત પ્રાપ્ત કરી હતી. બીજી બાજૂ 53 એવી મેચ હતી કે જેણે બોલિંગ કરી હતી પ્રથમ અને તેમાં તેમાં 53 ટીમની જીત થઈ હતી. અહિંયા એ ચોક્કસ કહી શકાય કે જે ટીમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કરે છે તે અહિંયા ખરો સાબિત થાય છે. આ મેદાન બોલિંગ માટે વધારે માફક છે.કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આજે તેમના બોલરો પાસે સારી આશા રાખશે. કારણ કે આ સિઝનમાં કોલકાતની ટીમના બોલરોનું ખુબ નિરાશાજનક જોવા મળ્યું છે.