November 23, 2024

કીવીને કરો આહારમાં સામેલ, દવાના ખર્ચની બચત થશે

kiwi: તમામ ફળો શરીર માટે ફાયદાકારક છે. દરેક ફળની પોતાની વિશેષતા હોય છે. કીવી ખાવામાં મીઠી અને ખાટી લાગે છે. જેમાં વિટામીન સી, ફોલિક એસિડ, વિટામીન ઈ મળે છે. કીવીમાં માત્રામાં કેલરી હોય છે, તેથી જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ ફળ અમૃત સમાન છે. આ ફળનું સેવન કરવાથી કઈ સમસ્યાઓ દૂર થશે આવો જાણીએ.

આંખોની રોશની સુધારે
વિટામીન Aથી ભરપૂર કીવી રોશની વધે છે. આ ફળો આંખના સ્વાસ્થ્યને ટેકો આપે છે.

કબજિયાતથી છુટકારો
કબજિયાતના દર્દી છો તો દરરોજ 2 થી 3 કીવીનું સેવન કરો. કીવી કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક છે. કીવીમાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને કાર્ડિયોવેસ્ક્યુલર કાર્યને જાળવવામાં મદદ કરે છે. જે તમારા હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

આ પણ વાંચો: આવી રીતે ખોરાક લેશો તો થશે આ ગંભીર સમસ્યા

રોગપ્રતિકારક શક્તિને મજબૂત
કીવી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેની ખાવી જોઈએ. વિટામિન સી નબળી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.

તાવમાં ફાયદાકારક
એન્ટીઓક્સીડેન્ટ વિટામિન સી અને ફાઈબર જેવા અનેક પોષક તત્વો જોવા મળે છે. ડેન્ગ્યુ જેવી બિમારીમાં પણ તાવ ફાયદાકારક છે. કીવીમાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને કાર્ડિયોવેસ્ક્યુલર કાર્યને જાળવવામાં મદદ કરે છે.