November 23, 2024

Kirti Patelએ કરોડોની ખંડણી માંગી, પોલીસ ફરિયાદ થયા ટિકટોક ગર્લ ગાયબ

અમિત રૂપાપરા, સુરત: સુરતના બિલ્ડર ધમકાવીને તેની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાય છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય સવાણીની ધરપકડ પણ કરી છે.

બળજબરીથી પૈસા કઢાવવા
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીને અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડીયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.

મારી નાખવાની ધમકી
વજુ કાત્રોડીયાના ફોટા સાથે રિલ્સ કીર્તિ પટેલ અને વિજય સવાણીએ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈને અપશબ્દો કહીને બદનામ કરવામાં આવતા હતા. આ ઉપરાંત મારી નાખવાની પણ ધમકી પણ આપવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદીને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પોલીસ જાપ્તમાં આરોપીનું મોત, કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નોંધવા કોર્ટનો આદેશ

બે કરોડ રૂપિયાની માગણી
આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડીયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વીડિયોમાં બનાવીને ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી. પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો instagram તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.

ફસાવવાની ધમકી
વજ્ર કા ફસાવવાની ધમકીત્રોડીયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે ફરિયાદી નાની દીકરીઓ સાથે બળાત્કાર કરે છે તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી.

વોન્ટેડ જાહેર કર્યા
તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી છે અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. તો પોલીસના હાથે ઝડપાયેલા વિજય સવાણી સામે અગાઉ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના, કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે આમ કુલ 6 ગુનાઓ વિજય સવાણી સામે નોંધાયા છે.