January 8, 2025

કિંગખાને સ્ટેડિયમમાં કર્યું ખુલ્લેઆમ ‘સ્મોકિંગ’, વીડિયો વાયરલ

અમદાવાદ: IPL 2024ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. કાલના દિવસે KKRએ SRH વચ્ચે મેચની હરીફાઈ હતી. જેમાં KKRનો ભવ્ય વિજ્ય થયો હતો. પરંતુ આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે ક્રિકેટના ચાહકોમાં ભારે હંગામો કરી રહ્યા છે.

https://twitter.com/purohit_pr78001/status/1771571850104951189?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1771571850104951189%7Ctwgr%5E12366dd8b11829182981ea5e1841f3584648ff0f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Fcricket%2Fipl-viral-video-shah-rukh-khan-smoking-kkr-owner-was-seen-openly-smoking-a-cigarette-during-the-match-created-an-uproar-on-social-media-23681879.html

વીડિયો થયો વાયરલ
VIP બોક્સમાંથી મેચ જોઈ રહેલા શાહરૂખ ખાનની એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સિગારેટ પીતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થવાના કારણે તેમના ચાહકોની સાથે ક્રિકેટ ચાહકો પણ અલગ અલગ પ્રકારની કોંમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોના કારણે શાહરુખ ખાન ટ્રોલ થઈ રહ્યો છે. આ મેચમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં માત્ર 204 રન જ બનાવી શકી હતી. જેની સામે KKRએ જીત પ્રાપ્ત કર્યો હતો.

શાહરૂખ ખાને કર્યા વખાણ
આ મેચની મજા માણવા માટે કો-ઓનર શાહરૂખ ખાન પણ આવ્યા હતા. શાહરૂખાને તાલી પાડીને તેમની ટીમના ખેલાડી રસેલના વખાણ કર્યા હતા. આઈપીએલમાં સૌથી વધુ સિક્સર ક્રિસ ગેલે મારી છે. સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની ખતરનાક બેટિંગના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મોટો સ્કોર બનાવ્યો હતો. આન્દ્રે રસેલે પોતાની ખતરનાક બેટિંગના કારણે દરેક ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. શાનદાર બેટિંગના કારણે KKRના સ્કોરને 200ને પાર પહોંચી ગયો હતો. આ સાથે ટીમએ એક નવો રેકોર્ડ તોડ્યો છે. જેમાં 200નો આંકડો સ્પર્શનારી પ્રથમ ટીમ બની ગઈ છે.