November 24, 2024

બાળકથી લઈ મોટાઓ સુધી બધાને ગમશે આ બદામના બિસ્કિટ

બદામ મગજ માટે ખુબ જ સારી છે. કેટલાક લોકોને પલાળેલી બદામ ખાવાની આદત હોય છે, પરંતુ કેટલાક લોકોને શેકેલી કે પલાળેલી બદામ ખાવાનું પસંદ હોતું નથી. આવા સમયે તમે એ લોકો માટે બદામના બિસ્કિટ બનાવી શકો છો. આ બિસ્કિટ બનાવવામાં એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. જે નાનથી લઈને મોટા લોકો સુધી બધાને પસંદ આવે છે. તો ચાલો સાથે મળીને બનાવીએ ખાસ બદામ બિસ્કિટ.સામગ્રી
– 1/2 કપ બ્રાઉન સુગર
– 1 કપ લોટ
– 1/2 ચમચી બેકિંગ પાવડર
– 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ
– 1/4 કપ માખણ
– 2 1/2 ચમચી ઠંડુ દૂધ
– 1/3 કપ બારીક સમારેલી બદામ
– બટર પેપર
– વાટકી
– માઇક્રોવેવ ઓવન

આ પણ વાંચો: તમારા ડાયટ પ્લાનમાં એડ કરો આ પનીર સલાડ

રીત
– સૌ પ્રથમ એક વાસણમાં લોટ, બ્રાઉન સુગર, બેકિંગ પાવડર નાખીને બરાબર મીક્ષ કરી લો.
– હવે તેમાં બટર નાખીને ફરીથી મીક્ષ કરો.
– હવે તેમાં દૂધ ઉમેરીને સારી રીતે મસળી લો.
– હવે તેને ઢાંકીને 30-35 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો.
– હવે આ મિશ્રણને રોલિંગ બોર્ડ પર મૂકો અને થોડું જાડું રોલ કરો.
– તૈયાર કરેલા રોલમાંથી મનપસંદ કદના બિસ્કિટ કાપી લો. જો તમે ઈચ્છો તો કેક કટર વડે નાના બિસ્કિટ પણ કાપી શકો છો.
– બેકિંગ ટ્રે પર બટર પેપર મૂકો. તૈયાર કરેલા બિસ્કિટ મૂકો.
– માઇક્રોવેવ ઓવનને 180 ડિગ્રી પર 5 મિનિટ માટે પ્રીહિટ કરો.
– એ બાદ ટ્રે ને ઓવનમાં મૂકો અને 15 મિનિટ માટે બેક કરો.
– 15 મિનિટ બાદ ટ્રે બહાર કાઢો અને બિસ્કિટને ટૂથપીકથી ચેક કરો.
– બિસ્કિટ શેકાઈ ગયા હશે તો ટૂથપીક ચોખ્ખી રહેશે અને જો નહીં શેકાયુ હોય તો એ ભીની રહેશે.
– જો તે ભીનું હોય તો વધુ 3 મિનિટ બેક કરો.
– આ બિસ્કિટવાળી ટ્રે બહાર કાઢો અને તેના પર દળેલી ખાંડ છાંટો.
– તૈયાર છે બદામના બિસ્કિટ.
– તમે તેને એરટાઈટ ટબ્બામાં સ્ટોર કરી શકો છો.