ખ્યાતિ હોસ્પિટલમાં મોત કાંડ મામલે તપાસ તેજ, ડો.સંજય પટોળીયાને કોર્ટ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
મિહિર સોની, અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલમાં મોત કાંડ મામલે તપાસ તેજ બની છે. હોસ્પિટલ શરૂ થયાના ત્રણ વર્ષમાં 112 થી વધુના મોત હોસ્પિટલમાં નીપજ્યા છે. ત્યારે પકડાયેલ ડો.સંજય પટોળીયા ને કોર્ટ સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. બીજી બાજુ હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ દર વર્ષે નુકસાન બતાવવામાં આવતું હતું. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ કઈ દિશામાં કરી છે. આવો જાણીએ.
નવા ખુલાસાઓ થઈ રહ્યા છે
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જે ક્રાઇમ બ્રાન્ચ ની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે હોસ્પિટલના નાણાંકીય ભંડોરમાં ઓડિટ રિપોર્ટમાં 1.50 કરોડની ખોટ બતાવતા હતા. ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી એટલે ત્રણ વર્ષમાં 8534 દર્દીઓ સારવાર લીધી છે. જેમાં PMJAY, મહાકાર્ડ સહિત અલગ અલગ સરકારી યોજના હેઠળ 3842 જેટલા દર્દીઓ સારવાર લીધી છે. જેમાં 01-09-2021 થી 28-10-2024 સુધી માં હોસ્પિટલમા 112 દર્દીઓના મોત થયા. આ દર્દીનાં મોત પાછળ બેદરકારી છે કે કેમ તેને લઈ નિશાન ડોક્ટર દ્વારા આ મૃત્યુ થયેલા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે.
કર્મચારીના નિવેદન લેવામાં આવ્યા
PMJAY યોજનામાં ઇન્સ્યોરન્સ ટેન્ડર કંપની બજાજ એરલાઇન્સને આપવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. જેથી PMJAY યોજનાનો ગેરલાભ લીધો હોય કે છે. કેમ જેને લઈ PMJAY યોજના અધિકારી અને ઇન્સ્યોરન્સ કંપની કર્મચારીના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ગુજરાત માં PMJAY યોજના હોસ્પિટલમાં સારવાર માટે જે પ્રોપોઝલ મોકલવામાં આવે છે. તે ક્લેમ ઈન્સ્યુરન્સ કંપનીઓ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસે કોમ્બિંગ નાઈટના બે સપ્તાહમાં જનતાને 93 લાખથી વધુ દંડ ફટકાર્યો
ખ્યાતિ હોસ્પિટલ ખોટમાં
ત્યારે ખ્યાતિ હોસ્પિટલની સાથે સરકારી, અધસરકારી એકમો જોડાયેલી છે. તેને લઈને પણ તપાસ કરતા ONGC અને રેલવે કંપનીના કર્મચારીઓ સારવાર માટે અર્થે ખ્યાતિ હોસ્પિટલમાં કોલોબ્રેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના 4 ડાયરેક્ટરમાંથી ડો.સંજય આ એક જ ડાયરેક્ટર મેડિકલ નિષ્ણાત છે. જોકે આરોપી ડો .સંજય એ ખ્યાતિ હોસ્પિટલ ખોટમાં જાય છે. તેવો રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો. જે ખોટનો નકલી રિપોર્ટ સંજય પતોડિયાની સહીથી બનાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. જેથી આ કાંડમાં સંજયની કેટલી ભૂમિકા છે જેને લઇ તપાસ શરૂ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અત્યાર સુધી 60 થી વધુ નિવેદન લેવામાં આવ્યા છે. ત્યારે આ કૌભાંડમાં હજી બે આરોપી વોન્ટેડ છે. જેમાં રાજશ્રી કોઠારી અને વિદેશમાં છુપાયેલ કાર્તિક પટેલની લઈને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ત્યારે બીજી બાજુ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ સ્ક્રુટીની કરી રહ્યા છે.