રાજકોટમાં ખેલ મહાકુંભ 3.0નો CMના હસ્તે પ્રારંભ
khel mahakumbh 3.0: ખેલ મહાકુંભ 3.0નો ઉદ્દઘાટન સમારંભ આજે ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો. રમતગમત મંત્રી હર્ષ સંઘવી, મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહાકુંભ 3.0નો CMના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.
ટ્રોફીથી સન્માનિત કરાયા
ખેલ મહાકુંભ 3.0ના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ 3 શાળા જેમાં પ્રથમ શ્રેષ્ઠ શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરત, દ્વિતીય શ્રેષ્ઠ શાળા એસ.આર.હાઇસ્કુલ દેવગઢ બારીયા, દાહોદ અને તૃતીય શ્રેષ્ઠ શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદને રોકડ-પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરાયા હતા. ખેલ મહાકુંભ 2.0ના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ 3 જિલ્લાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન ખેડા જિલ્લો, સ્ટેટ રનર્સઅપ દાહોદ જિલ્લો અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ બનાસકાંઠા જિલ્લાને ટ્રોફીથી સન્માનિત કરાયા હતા.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ મામલે સેશન્સ કોર્ટમાં ત્રણેય આરોપીના જામીન નામંજૂર કર્યા
ખેલ મહાકુંભ 3.0
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ 71,30,834 રજિસ્ટ્રેશન થયા છે. અંડર-9 કેટેગરીથી માંડીને અબોવ-60 કેટેગરી સુધી મળીને વિવિધ 7 વયજુથના ખેલાડીઓ વિવિધ 39 રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને રૂપિયા 5 લાખથી માંડીને રૂપિયા 10 હજાર સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એમ રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 45 કરોડના રોકડ પુરસ્કાર તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલ મહાકુંભમાં શારીરિક રીતે પૂર્ણત: સક્ષમ ના હોય, તેવા ખેલાડીઓને અલગ અલગ જુથોમાં વહેંચી તેઓને પણ પોતાનું કૌશલ્ય બતાવવા માટેની તક સરકારે પુરી પાડી છે. જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.