Kheda: ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, 3 લોકોના મોત 2 ઈજાગ્રસ્ત
Kheda: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બિલોદરા પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બરોડાથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા આ ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત અને 2 લોકો ઘાયલ થયા છે.
ટાયર ફાટતાની સાથે જ કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડ જતા સામેથી આવતા ટ્રકની સાથે અથડાતા આ ઘટના બની હતી. જોકે, કારમાં ફસાયેલા ડ્રાઇવરને 1 કલાકની મહા મહેનતે બહાર કઢાયો હતો. અકસ્તમાતની ઘટનાને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: લદ્દાખના લોકોને કેન્દ્ર સરકારની ભેટ, સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોને 95% અનામતનો પ્રસ્તાવ
તમને જણાવી દઈએ કે કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાથી એક મહિલા અને બે પુરૂષનો મોત થયા છે. આ તમામ સુરતના રહેવાસી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.