December 29, 2024

મિની વેકેશનમાં ખાટુશ્યામજીના દર્શન કરવાનો પ્લાન હોય તો બે વાર વિચાર કરજો, મુશ્કેલીમાં ન ફસાતા

Khatu Shyam Ji On New Year 2025: નવા વર્ષ પર લોકો અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું વિચાર કરે છે. જો તમે ખાટુ શ્યામ જીના મંદિર પર આ વર્ષના જવા માંગો છો તો અમે તમારા માટે થોડી એવી માહિતી લઈને આવ્યા છીએ જે તમને મુસાફરી દરમિયાન મદદ કરી શકે છે.

હારે કા સહારા શ્યામ હમારા
કહેવાય છે કે જે વ્યક્તિ એકદમ જીંદગીથી થાકી જાય છે અને જીંદગીમાં કોઈ પણ હવે ઉપાય રહ્યો નથી તેવા લોકો શ્યામજી પાસે આવે છે. શ્યામજી પણ તેમનો સહારો બંને છે અને આ હારેલા વ્યક્તિનો સહારો બંને છે. લોકો સાચા દિલથી અહિંયા પોતાની વાત રાખે છે તો તે પુર્ણ ચોક્કસ થાય છે. જેના કારણે લોકો મોટી સંખ્યામાં અહિંયા દર્શન કરવા માટે આવે છે. રાજસ્થાનના ખાટુ શ્યામજી મંદિરમાં લાખો લોકો દર્શન માટે આવવાની સંભાવનાઓ આ વર્ષમાં છે.

આ પણ વાંચો: આ વર્ષે લોકોએ એલેક્સાને કેવા સવાલ કર્યા? આ રહ્યું લીસ્ટ

20 લાખ ભક્તો પહોંચે તેવી અપેક્ષા છે
આ નવા વર્ષના અંદાજે 20 લાખ લોકો ખાટુ શ્યામ જીના દર્શને પહોંચે તેવો અંદાજ છે. અત્યાર સુધીમાં તમામ હોટલો અને ગેસ્ટ હાઉસ બુક થઈ ગયા છે. આગામી 5 દિવસ ભક્તોની ભારે ભીડ જોવા મળવાની છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જો તમે પણ ખાટુ શ્યામ જવાના છો તો તમારે પહેલા રહેવાની વ્યવસ્થા કરી લેવી પડશે. જો તમે વહેલી તકે પહેલા હોટલ બૂક નહીં કરો તો તમને કદાચ તાત્કાલિક બુકિંગ નહીં મળે. પાર્કિંગ સંબંધિત સમસ્યાઓ તમને થઈ શકે છે. બાળકો અથવા વૃદ્ધ લોકોનું ખાસ ધ્યાન રાખવું પડશે. કેમ કે ભારે ભીડ થવાની પૂરી સંભાવનાઓ છે.