અમરેલી બાદ કેશોદ ભાજપમાં ભડકો, સામે આવ્યું ડમી લેટરકાંડ
જૂનાગઢઃ અમરેલી બાદ હવે કેશોદ ભાજપમાં ભડકો થયો છે. ત્યાંથી પણ ડમી લેટરકાંડની ઘટના સામે આવી છે. કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાએ ગંભીર આક્ષેપ કર્યા છે.
તેમણે કહ્યુ છે કે, ‘બનાવટી પત્રનો ઉપયોગ કરી PGVCLના અધિકારીની બદલી માટે ભલામણ કરવામાં આવી હતી. ગત જુલાઈ માસમાં બનાવટી લેટરનો ઉપયોગ કરી ભલામણ કરી હતી. બીજેપી મહામંત્રી પ્રમુખના નામ અને સહીનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. પાર્ટીના ધ્યાને આવતા બદલી અંગેનો લેટર ખોટો હોવાની જાણ કરવામાં આવી હતી.’
તેમણે ઉમેર્યું હતું કે, ખોટું થયું હોવા છતાં શહેર બીજેપી પ્રમુખ ધ્યાન આપતા નથી. આ મામલે તટસ્થ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.