June 28, 2024

IPL 2024 Final મેચ હાર્યા બાદ Kavya Maranને આંસુ લૂછીને SRHના ખેલાડીઓને શું કહ્યું?

Kavya Maran Dressing Room Speech: આઇપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદે જોરદાર પ્રદર્શન કર્યું હતું. 2023 માં છેલ્લું સ્થાન મેળવ્યા પછી ટીમે પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ યાદગાર પુનરાગમન કર્યું હતું. લીગ મેચો બાદ હૈદરાબાદની ટીમ આ સિઝનના પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને હતી. તેણે ફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી પરંતુ ત્યાં KKR સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ટીમની માલિક કાવ્યા મારનની આંખોમાં આંસુ હતા. પરંતુ ત્યારબાદ તે ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગઇ હતી.

કાવ્યા મારને ખેલાડીઓને શું કહ્યું?
કાવ્યા મારને ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે તેણે ટી-20 રમવાનો નવો રસ્તો બતાવ્યો છે. તેણે કહ્યું- તમે બધાએ મને ખૂબ ગૌરવ અપાવ્યું છે. હું અહીં આવીને તમને કહેવા માંગતી હતી કે તમે ટી-20 ક્રિકેટ રમવાની નવી રીત આપી છે. દરેક વ્યક્તિ આપણા વિશે વાત કરે છે. આજનો દિવસ ફક્ત ખરાબ હતો. પરંતુ આપણે બેટ અને બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર અને ગયા વર્ષે આપણે ભલે છેલ્લા સ્થાને રહ્યા હતા, મને લાગે છે કે તમારા લોકોના કારણે ચાહકો મોટી સંખ્યામાં આવ્યા હતા.

નિરાશ ન થવા અપીલ કરી
ફાઈનલમાં હાર બાદ હૈદરાબાદના ખેલાડીઓ નિરાશ થઈ ગયા હતા. કાવ્યાએ તેમને આમ ન રહેવાની માંગ કરી. તેણે આગળ કહ્યું- દરેક વ્યક્તિ આપણા વિશે વાત કરે છે. ભલે KKR જીતી જાય પરંતુ દરેક આપણે જે ક્રિકેટ રમ્યા તેની વાત કરશે. દરેકનો આભાર અને પોતાની કાળજી રાખો. આમ ન રહો આપણે ફાઇનલમાં રમ્યા છીએ.

આ પણ વાંચો: સારા અલી ખાન હોટ, અનન્યા પાંડે હોટ અને… રિયાન પરાગની યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી લીક

ટીમ ફાઇનલમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી
IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમનો આખો દાવ 19મી ઓવરમાં 113 રનમાં સમેટાઈ ગયો હતો. કેકેઆર એ 11મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ એકતરફી ફાઈનલ મેચ પણ હતી.