કાશ્મીરમાં પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ પૂર્ણ, વિશ્વના સૌથી ઊંચા ચેનાબ પુલ પર દોડશે
Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં વંદે ભારત ટ્રેન રિયાસીમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, ચેનાબ પુલ પરથી પસાર થઈ. કાશ્મીરમાં પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ પૂર્ણ થઈ છે.. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પર સ્થિત છે. ગયા અઠવાડિયે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પર તેનો ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયો.
આ ટ્રાયલ રન કટરા-બડગામ રેલ્વે ટ્રેક પર કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં કુલ 18 કોચ છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વધુ સારી રેલ્વે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ઘણી રેલ્વે લાઇનો નાખવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ પરથી ટ્રેનનું સંચાલન રેલ્વે બોર્ડ માટે સફળતાની વાત છે.
કાશ્મીર ખીણ માટે ખાસ વંદે ભારત ટ્રેન
આ વંદે ભારત ટ્રેનને ‘કાશ્મીર સ્પેશિયલ’ બનાવવામાં આવી છે. વંદે ભારત ટ્રેન બનાવતા પહેલા રેલવેએ કાશ્મીર ખીણના હવામાનને ધ્યાનમાં રાખ્યું છે. આ વંદે ભારત ટ્રેન મુસાફરો માટે ખૂબ જ આર્થિક રહેશે અને તેમની મુસાફરીને પણ સરળ બનાવશે. હવે વંદે ભારત ટ્રેન દ્વારા કટરાથી બનિહાલનું અંતર 90 મિનિટમાં કાપી શકાશે. આ ભેટ પ્રજાસત્તાક દિવસે કાશ્મીર ખીણને આપવામાં આવશે. આ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ કાશ્મીરના સ્વર્ગને જોઈ શકશે. આ ટ્રેન 160ની ઝડપે ઊંચા પર્વતોમાંથી પસાર થશે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રૂટ પર આ રેલ સેવા શરૂ થવાથી મુસાફરોને ઘણી સુવિધા મળશે.
VIDEO | Jammu and Kashmir: A Vande Bharat train crosses through the world's highest railway bridge, Chenab Bridge in Reasi. The bridge falls on Udhampur-Srinagar-Baramulla Rail Link (USBRL).#JammuAndKashmir #ChenabBridge pic.twitter.com/KONhE2PDLD
— Press Trust of India (@PTI_News) January 25, 2025
કાશ્મીર ખીણમાં, આ ટ્રેન -30 ડિગ્રી તાપમાનમાં પણ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જશે. આ ટ્રેનને ઝડપી ચલાવવા માટે તેમાં વિમાનની કેટલીક સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. આ ખાસ રીતે ડિઝાઈન કરેલી ટ્રેનના કાચ પર ક્યારેય બરફ નહીં જામે, તેથી વિજિબિલિટીમાં કોઈ સમસ્યા નહીં થાય.