December 27, 2024

કાર્તિક આર્યનનો ‘ચંદૂ ચેમ્પિયન’ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો

Chandu Champion: કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણા સમયથી અભિનેતાના ડાયટની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ માટે કાર્તિકે માત્ર સ્પેશિયલ ડાયટ જ નથી લીધી, પરંતુ મીઠાઈ ખાવાનું પણ છોડી દીધું છે. આ સિવાય તેણે કુસ્તીની સખત તાલીમ પણ લીધી હતી. હવે ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ના કાર્તિક આર્યનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

કાર્તિકનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે
ફિલ્મના પહેલા પોસ્ટરમાં કાર્તિક આર્યન પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળી શકે છે. અભિનેતાને ‘ચંદુ ચેમ્પિયન’ બનતા જોઈને ચાહકોના ઉત્સાહની કોઈ સીમા નથી. સાજિદ નડિયાદવાલા અને કબીર ખાનના સંયુક્ત નિર્માણમાં બનેલી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ આ વર્ષની સૌથી મોટી રિલીઝ થનારી ફિલ્મ છે. પોસ્ટરમાં કાર્તિક આર્યન કાદવમાં લથબથ દોડતો જોઈ શકાય છે. તેનો લુક એટલો અલગ છે કે ફોટોમાં તેને ઓળખવો મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

અભિનેતાએ સખત તાલીમ લીધી
ફિલ્મનું પોસ્ટર જોયા બાદ ચાહકોનું દિલ ખુશ થઈ ગયું છે. યુઝર્સનું કહેવું છે કે તેઓ આ નવા અવતારમાં કાર્તિકને ઓળખી શક્યા નથી. એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘પ્રથમ ઝલકમાં હું માની જ ન શક્યો કે આ કાર્તિક છે. તો વધુ એક યુઝર્સનું કહ્યું કે, એક્ટર અત્યંત પાતળો લાગે છે.

આ પણ વાંચો: નર્મદામાં ડૂબેલા લોકોમાંથી એકનો મૃતદેહ મળ્યો, પરિવાજનોએ કહ્યું – ખનિજ માફિયાઓ સામે કાર્યવાહી કરો

કાર્તિક આર્યનને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે ઓલિમ્પિક સ્વિમિંગ ચેમ્પિયન વીરધવલ ખાડે દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે. અર્જુન પુરસ્કાર વિજેતા અને સ્વિમિંગ ચેમ્પિયન વીરધવલ ખાડેએ કાર્તિકને ફિલ્મ માટે તેની સ્વિમિંગ કૌશલ્ય સુધારવાની તાલીમ આપી. આ ફિલ્મ માટે કાર્તિકે એક મોટા પરિવર્તનમાંથી પસાર થયું છે. તેણે 8 થી 10 મહિના સુધી સખત તાલીમ લીધી. આ સિવાય તેણે મીઠાઈ ખાવાનું પણ છોડી દીધું હતું. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ ડિરેક્ટર કબીર ખાને રસમલાઈથી કાર્તિકનું મોં મીઠું કરાવ્યું હતું. સાજિદ નડિયાદવાલા અને કબીર ખાન દ્વારા નિર્મિત ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.