કંગનાને 1 લાખ રૂપિયાનું વીજળી બિલ મળ્યું, બે મહિનાથી સાંસદે બિલ નથી ચૂકવ્યું

Kangana Ranaut: હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે દાવો કર્યો છે કે મનાલીમાં તેમના ખાલી ઘરમાં તેમને 1 લાખ રૂપિયાનું વીજળી બિલ મળ્યું છે. જેના જવાબમાં હિમાચલ પ્રદેશ રાજ્ય વીજળી બોર્ડ લિમિટેડએ આ દાવાને ફગાવી દીધો હતો. HPSEBL એ જણાવ્યું હતું કે 90,384 રૂપિયાનું બિલ બે મહિનાનું હતું, જેમાં જૂના લેણાંનો પણ સમાવેશ થતો હતો.
આ પણ વાંચો: જો તમે સોશિયલ મીડિયા પર આ ભૂલ કરશો નહીં મળે અમેરિકાના વિઝા
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સભ્ય કંગનાએ તાજેતરમાં તેમના મતવિસ્તારમાં યોજાયેલી એક જાહેર સભામાં “વધારે પડતા વીજળીના બિલ” અંગે ટીકા કરી હતી. આ સભાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. “મનાલીમાં મારા ઘરનું એક મહિનાનું વીજળી બિલ 1 લાખ રૂપિયા આવ્યું છે. હું ત્યાં રહેતી પણ નથી. કેટલી ખરાબ પરિસ્થિતિ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંગનાએ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના બિલ સમયસર ચૂકવ્યા નથી.