મારો વોર્ડ – મારી સમસ્યા: કાલોકમાં રોડ-રસ્તા અને ગટરની સમસ્યાઓથી લોકોને હાલાકી
દશરથસિંહ પરમાર, પંચમહાલ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા જ ભાવિ નેતાઓ તૈયારીઓમાં લાગી ગયા છે. ગુજરાતની જાહેર થયેલી 66 નગરપાલિકાની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની કાલોલ અને હાલોલ નગરપાલિકાની પણ ચૂંટણી યોજવાની છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ કાલોલ નગરપાલિકા વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં સ્થાનિક લોકો સાથે અને રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે નગરપાલિકા કાલોલ વિસ્તારના સ્થાનિક મુદ્દાઓને લઈ ચર્ચા કરી હતી.
કાલોલ નગરપાલિકા 7 વોર્ડમાં વહેંચાયેલી છે જેમાં અંદાજિત 24,000 જેટલા મતદારો પોતાના ઉમેદવારોના ભાવિ આગામી સામાન્ય ચૂંટણીમાં નક્કી કરશે. આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં ક્યા મુદ્દાઓને લઈ મતદારો પોતાનો મત આપશે તે જાણવાનું ન્યૂઝ કેપિટલે પ્રયત્ન કર્યો હતો. ત્યારે કાલોલ નગરમાં મુખ્યત્વે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને મતદારોમાં થોડી નારાજગી જોવા મળી હતી, પરંતુ છેલ્લા બે વર્ષથી અહીં વહીવટદાર નિમાયેલા હોય વિકાસના મૂળભૂત જે કાર્યો છે તે નહીં થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા. તો બીજી તરફ તળાવ બ્યુટીફીકેશન અને પેવર બ્લોક તેમજ રોડ, રસ્તા અને ગટરના કામો થયા હોવાની વાતો પણ મતદારો કરતા નજરે પડી રહ્યા હતા.
ત્યારે વાત કરવામાં આવે વોડ નંબર એકની તો વોડ નંબર એકમાં છેલ્લા ગણા વર્ષોથી રોડ રસ્તા અને ગટરની સમસ્યાઓ છે. જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન ગટરો ઉભરાતી હોવાથી રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાતા શાળામાં બાળકોને ઊંચકીને લઈ જવા પડતા હોય છે. જોકે રહીશો દ્વારા પાલિકા વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાંય સમસ્યા જસે થે.
કાલોલ નગર પાલિકામાં અત્યાર સુધી ભાજપનો જ દબદબો રહ્યો છે. જો કે છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપના નારાજ થયેલા કાર્યકરો અપક્ષ ઉમેદવારી નોંધાવી. ત્યાર બાદ ઘરવાસપી કરી ભાજપમાં જ ભળી જતા અહીં વર્ષોથી ભાજપ અડીખમ રહી છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં મતદારો કેવા નેતા અને પક્ષને ચૂંટીને લાવે તે તો પરિણામો જ બતાવશે.