January 8, 2025

Khel Mahakumbhમાં કડિયાદરાની શ્રી જે. એમ. તન્ના હાઈસ્કૂલની દીકરીઓએ U-17 ખો-ખો ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગાંધીનગર: ગુજરાતમાં રાજ્ય ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ ખેલ મહાકુંભમાં રાજ્યના દરેક જિલ્લાઓની અલગ-અલગ શાળાઓ જોડાઇ છે.

ખેલમહાકુંભ 3.0 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતગર્ત ઈન સ્કૂલ પ્રોગ્રામ ચાલતી શ્રી જે. એમ. તન્ના હાઈસ્કૂલ કડિયાદરાની ઇડર તાલુકા કક્ષા ખો-ખો ટુર્નામેન્ટ 6 જાન્યુઆરી, 2025ના રોજ ઇડર સર પ્રતાપ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. તેમાં શ્રી જે. એમ. તન્ના હાઈસ્કૂલ કડિયાદરાની U-17 બહેનોની ટીમ વિજેતા થઇ હતી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ગોલ્ડ મેડલ બદલ કડિયાદરા કેળવણી મંડળના તમામ હોદેદારો તથા શાળાના આચાર્ય દીપકભાઈ ચૌધરી અને જગદીશભાઈ દવેએ વોલીબોલના કોચ બીવન સુવેરા અને એથલેટિક્સના કોચ કમલેશ રાઠવાએ ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા