પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ‘સોમનાથ મહોત્સવ’ યોજાયો, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

સોમનાથ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહોત્સવ ત્રણ દિવસ સુધી યોજાશે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું બાદમાં સોમનાથ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો.
CMએ જનમેદનીને સંબોધતા કહ્યું કે અહીં રોજ રાત્રે 108 દિવસો ની ત્રિવેણી ઘાટ ખાતે આરતી કરવામાં આવશે. પદ્મ શ્રી પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવની ઉજવણી થશે. સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. સોમનાથ દર્શન માટે શ્રદ્ધાળુઓને વધુ કનેક્ટિવિટી મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે.