February 3, 2025

માંગરોળ નગરપાલિકાના વોર્ડ 5ના તમામ BJP ઉમેદવારની બિનહરીફ જીત

જૂનાગઢઃ જિલ્લાની માંગરોળ નગરપાલિકાના એક વોર્ડના તમામ ઉમેદવાર બિનહરીફ વિજયી થયા છે. વોર્ડ નંબર 5ના ચારેય ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. જ્યારે પ્લાસવા તાલુકા પંચાયતની બેઠક પર પણ બીજેપી બિનહરીફ વિજયી બની છે.

માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ક્રિષ્ના થાપણીયા, મિતિસાબેન હોદાર, ધનસુખભાઈ હોદાર, રમેશભાઈ ખોરવા બિનહરીફ વિજયી બન્યા છે. આ ઉપરાંત જૂનાગઢની પ્લાસવા તાલુકા પંચાયતની બેઠક પર પણ BJP ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે.

કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બીજેપી બિનહરીફ જીત્યું છે. કોંગી ઉમેદવાર હેમીબેન હુંણે ફોર્મ પરત ખેંચતા બીજેપીના ઉમેદવાર રંજુબેન ગોંડલીયા બિનહરીફ જીત્યા છે.