માળિયા હાટીના પાસે ગમખ્વાર અકસ્માત, 5 વિદ્યાર્થી સહિત 7નાં મોત
જૂનાગઢઃ સોમનાથ-જૂનાગઢ હાઇવે પર માળિયા હાટીના પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સોમનાથ તરફ જતી કારના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. કાર ડીવાઈડર ક્રોસ કરી રોંગ સાઈડમાં જઈ સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કુલ 7 લોકોનાં મોત નીપજ્યા છે. જેમાંથી 5 વિદ્યાર્થીઓ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, મૃતક 5 વિદ્યાર્થીઓ કેશોદના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત ફાયરવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, કારમાં આગ લાગતા જ ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેને કારણે રોડની બાજુમાં આવેલા ઝૂંપડામાં પણ આગ લાગી ગઈ હતી. ત્યારે ફાયરવિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
મૃતકોનાં નામ
વિનુભાઈ દેવશીભાઈ વાળા, ઉ.વ. ૩૫, રે. જાનુડા તા. માળીયા હાટીના
રાજુભાઈ કાનજીભાઈ ખુંટણ, ઉ.વ. ૪૦ રે. ડાભોર તા. વેરાવળ
નકુલ વિક્રમભાઈ કુવાડીયા, ઉ.વ. ૨૫ રે. કેશોદ
ઓમ રજનીકાંત મુગરા, રે. રાજકોટ
ધરમ વિજયભાઈ ધરાદેવ, રે. જૂનાગઢ
અક્ષત સમીરભાઈ દવે, રે. રાજકોટ
વજુભાઈ કરશનભાઈ રાઠોડ, ઉ.વ. ૬૦ રે. જૂનાગઢ