લોકો પ્રવાસનને સહકાર આપે… ખાખી મઢીના મહંત સુખરામદાસજી બાપુએ લોકોને કરી અપીલ
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો ભારે ધસારો ઉમટી રહ્યો છે. મૌની અમાવસ્યા પર સ્નાનને લઈને ભક્તોમાં ઘણો ઉત્સાહ છે. 144 વર્ષમાં એકવાર આવતા મહાકુંભના આ દિવસે સંગમમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ ભીડ વધતા પ્રયાગરાજમાં નાસભાગ મચી જવા પામી હતી. જેને લઈને 10 લોકોના મોતની આશંકા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈને મેંદરડા શ્રી રામજી મંદિર ખાખી મઢીના મહંત શ્રી સુખરામદાસજી બાપુએ પ્રતિક્રિયા આપી છે.
પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડને લઈને મેંદરડા શ્રી રામજી મંદિર ખાખી મઢીના મહંત શ્રી સુખરામદાસજી બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે મહાકુંભમાં સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. પિતૃ તર્પણ માટેનો ઉત્તમ દિવસ, બુધવાર અને અમાવસ્યા હોવાથી ભાવિકોની ભીડ ઉમટી છે. જેથી મહાકુંભમાં વધુ પડતી ભીડ થવાને કારણે ભાગદોડ મચી જવા પામી હતી. સુખરામદાસજી બાપુએ લોકોને અપીલ કરી છે કે, લોકો પ્રવાસનને સહકાર આપે, પ્રશાસન દ્વારા ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં 13 અખાડાનું શાહી સ્નાન હાલ પુરતું મુલતવી રાખવામાં આવ્યું છે. સ્થિતિ સામાન્ય થતાં પોતાની અનુકૂળતા મુજબ અખાડાના સાધુ સંતો સ્નાન કરવા જશે.
આ પણ વાંચો: પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે: PM મોદી