કેશોદમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો, પિતાએ સગી દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું

જૂનાગઢઃ કેશોદ તાલુકામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હવસખોર પિતાએ મર્યાદા વટાવી વારંવાર સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ નોંધીને આરોપી પિતાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, હેવાન પિતાએ અવારનવાર સગી દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દીકરી 12 વર્ષની હતી ત્યારથી તેનો પિતા હેવાન બનીને દુષ્કર્મ આચરતો હતો. પિતા એકલતાનો લાભ લઈ ઘરમાં અને બહારગામ દીકરી સાથે દુષ્કર્મ આચરતો હતો. પિતાએ દીકરીને ધમકી આપી હતી કે, કોઈને પણ આ વાતની જાણ કરશે તો બહેન અને માતાને જાનથી મારી નાંખશે.

અંતે દીકરીએ કંટાળીને તેની માતા અને સગાસંબંધીઓને સમગ્ર મામલાની જાણ કરી હતી અને આ રીતે હવસખોર પિતાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ ફરિયાદને આધારે પોલીસે હવસખોર પિતાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.