વંથલી નજીક ઓઝત વિયર ડેમ ઓવરફ્લો, નદી પટના વિસ્તારોમાં એલર્ટ
જૂનાગઢઃ વંથલી નજીકના ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે ડેમના તમામ 12 દરવાજામાંથી હાલ 7204 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે. વંથલી ઓઝત વિયર ડેમ પાસે ઉબેણ નદી પણ મળે છે . જેને લઈને ઓઝત અને ઉબેણ નદીના પાણીનો ઘેડ પંથક તરફ ધસારો જઈ રહ્યો છે. હાલ નદીના પટ નજીક આવેલા તમામ ગામડાંઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે અને કોઈપણ વ્યક્તિને અવરજવર કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરનો જોષીપરા અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે જોષીપરા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિદિન 5 હજારથી વધુ લોકો આ અંડરબ્રિજનો ઉપયોગ કરે છે. તેને કારણે હવે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. દર વર્ષે ચોમાસામાં અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થાય છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
આ પણ વાંચોઃ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, NDRFની ટીમો તહેનાત કરી
24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ
રાજ્યમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો જૂનાગઢના માણાવદરમાં પણ 8 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચોઃ 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, પલસાણા-માણાવદરમાં આભ ફાટ્યું
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સુરતના મહુવામાં 7 ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકમાં 6 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 6 ઇંચ વરસાદ, પોરબંદરના કુતિયાણામાં 6 ઇંચ વરસાદ, સુરતના ઓલપાડ અને કામરેજમાં 6 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 5.5 ઇંચ વરસાદ, કચ્છના મુદ્રામાં 5 ઇંચ વરસાદ, વલસાડના વાપીમાં 5 ઇંચ વરસાદ, જૂનાગઢના મેંદરડામાં 5 ઇંચ વરસાદ, વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે.