July 5, 2024

જો બાઈડન ગંભીર બીમારીથી પીડિત… કમલા હેરિસને બનાવશે રાષ્ટ્રપતિ! એક દાવાથી સનસનાટી

President Joe Biden : અમેરિકામાં ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવા સમાચાર છે કે ડિમેન્શિયાથી પીડિત જો બાઈડન પદ છોડી શકે છે અને તેમની જગ્યાએ કમલા હેરિસ રાષ્ટ્રપતિ બની શકે છે. અમેરિકાના ફોક્સ ન્યૂઝના પૂર્વ હોસ્ટ ટકર કાર્લસને આ અંગે મોટો દાવો કર્યો છે. સાથે જ ટકર કાર્લસને અમેરિકન મીડિયાની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું, અમેરિકાના મુખ્ય પ્રવાહના મીડિયાએ આ વાત છુપાવી છે. કાર્લસને કહ્યું કે અમેરિકાના અગ્રણી નેતાઓનું માનવું છે કે બાઈડનનું માનસિક સંતુલન છેલ્લા કેટલાક સમયથી સારું નથી, તે ડિમેન્શિયા નામની બીમારીથી પીડિત છે. કાર્લસને દાવો કર્યો હતો કે જો બાઈડનના સ્થાને કમલા હેરિસને અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે.

પત્રકારો પર વસ્તુઓ છુપાવવાનો આરોપ
સ્કાય ન્યૂઝના અહેવાલ મુજબ ટકર કાર્લસને સિડનીના ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકામાં સીએનએન પત્રકારોએ એ હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો છે કે જો બાઈડનને ડિમેન્શિયા છે. કાર્લસને તો ત્યાં સુધી કહ્યું કે જો બાઈડન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાં પણ સામેલ નહીં થાય. તમને જણાવી દઈએ કે અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. કાર્લસનનો દાવો 27 જૂને એટલાન્ટામાં યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટના થોડા દિવસો બાદ આવ્યો છે. જેમાં જો બાઈડનનું પ્રદર્શન ચોંકાવનારું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ આ ચર્ચામાં બાઈડન પર પ્રભુત્વ ધરાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ઈમરામ ખાનની પત્ની બુશરા બીબીને મળી રાહત! જામીન મળ્યા બાદ પણ ગણશે જેલના સળિયા

બાઈડનને દૂર કરવામાં આવશે
ફોક્સ ન્યૂઝના ભૂતપૂર્વ હોસ્ટ ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાઈડનને ડિમેન્શિયા છે, જે ભૂલી જવાનો રોગ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાઈડનના સ્થાને કમલા હેરિસને અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવી શકે છે. ટકરે અમેરિકન મીડિયાની ટીકા કરતા કહ્યું કે કાં તો પત્રકારો મૂર્ખ છે અથવા તેઓ જૂઠા છે, તેઓ ખરેખર બેઈમાન છે, તેઓ સ્પષ્ટ વસ્તુઓ છુપાવે છે.