વિરોધીઓને રાદડિયાની ખુલ્લી ચેતવણી
Jayesh Radadiya: ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી હુંકાર કર્યો છે. વિરોધીઓ પર નિશાન સાંધ્યું છે. જયેશ રાદડિયાએ કહ્યું કે, એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે. નળિયા ગણવાવાળાઓને મારે કહેવું છે , સારા કામ માટે અવરોધ ઉભા ન કરો.
આ પણ વાંચો: એકનાથ શિંદેએ કહ્યું કે આવતીકાલે ભાજપની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવામાં આવશે
અંતે મારે મેદાનમાં ઉતરવું પડશે
છેલ્લા થોડા દિવસથી પાટીદાર વોર જોવા મળી રહ્યું છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓ પર નિશાન સાંધ્યું છે. રાદડિયાએ કહ્યું કે સારા કામ માટે અવરોધ ઉભા ન કરો. એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે. જો નક્કી જ કર્યું હોય તો મારે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે. સમાજની વાતમાં હું વચ્ચે આવતો નથી. પરંતુ આખરે હું પણ રાજકીય માણસ છું, અંતે મારે મેદાનમાં ઉતરવું પડશે. જેતપુરના થાણાગલોળ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં આ વાત તેમણે કરી હતી.