જસપ્રીત બુમરાહની કુલ સંપત્તિ છે આટલી, જોઈને ચોંકી જશો

Jasprit Bumrah Net Worth: મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં ઓનલી એક જ મેચ જીતી છે. અત્યાર સુધી મુંબઈની ટીમનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. જેના કારણ ચાહકો બુમરાહની રાહ જોઈ રહ્યા હતા. આખરે બુમરાહની વાપસી થઈ છે. જેના કારણે મુંબઈની ટીમમાં થોડો તો થોડો જીવ આવ્યો છે. હવે આશા છે કે બુમરાહની વાપસી થતાં મુંબઈની ટીમ જીતી શકે છે. ત્યારે આવો જાણીએ જસપ્રીત બુમરાહની કુલ સંપત્તિ કેટલી છે.

આ પણ વાંચો: MS Dhoni આઈપીએલમાંથી ક્યારે નિવૃત્તિ લેશે? CSKના મુખ્ય કોચે કર્યો મોટો ખુલાસો

બૂમ બૂમ બુમરાહનું મુંબઈની ટીમમાં વાપસી
BCCI તરફથી બુમરાહને રમવા માટેની પરવાનગી મળી ગઈ છે. જેના કારણે મુંબઈની ટીમના ચાહકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. પરંતુ હવે તમને સવાલ થશે કે બુમરાહ જોડે કેટલી સંપત્તિ છે અને તેને કેટલા પૈસા મળે છે. BCCI ની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં, તે A+ ગ્રેડમાં સામેલ છે, જેને દર વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે. બૂમ બૂમ બુમરાહે 2016 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો હતો. હાલ તે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે. બુમરાહની ઉંમર 31 વર્ષની છે. તે હાલ મુંબઈની ટીમ તરફથી રમી રહ્યો છે. જસપ્રીત બુમરાહની કુલ સંપત્તિ લગભગ 60 કરોડ છે.ભારતીય ટીમ સાથેનો કરાર, IPL કરાર અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ વગેરે તેમની આવકના મુખ્ય સ્ત્રોત છે. મુંબઈ ઇન્ડિયન્સે જસપ્રીત બુમરાહને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. કાર કલેક્શનમાં મર્સિડીઝ-મેબેક એસ 560, નિસાન જીટી-આર રૂપિયા 2.17 કરોડ, રેન્જ રોવર વેલાર (રૂપિયા 90 લાખ) ટોયોટા ઇનોવા ક્રિસ્ટા (રૂપિયા 25 લાખ)નો સમાવેશ થાય છે.