IPL 2025: બુમરાહની વાપસી પર આવ્યું સૌથી મોટું અપડેટ, મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો થયા ખૂશ

Jasprit Bumrah IPL 2025: જસપ્રીત બુમરાહની વાપસી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. એક રિપોટ પ્રમાણે બુમરાહ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને શક્ય એટલી વહેલી તકે IPL 2025 માં જોવા મળી શકે છે. જોકે હજૂ આજની મેચમાં જોવા મળશે નહીં અને આવનારી થોડી મેચમાં જોવા મળશે નહીં. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી ટેસ્ટ સિરીઝમાં બુમરાહ ઘાયલ થયો હતો. આ પછી તેણે હજૂ સુધી મેદાનમાં વાપસી કરી નથી. મુંબઈની ટીમ અને તેના ચાહકો આ બુમરાહની રાહ જોઈ રહ્યા છે. આવો જાણીએ કે બુમરાહની વાપસી અંગે શું અપડેટ આવ્યું.
🚨 JASPRIT BUMRAH IS GETTING CLOSER TO RETURN IN THIS IPL 2025 🚨
– But Bumrah is set to miss Mumbai Indians' next two matches..!!! (ESPNcricinfo). pic.twitter.com/IxZbEvxPbR
— Tanuj (@ImTanujSingh) April 4, 2025
આ પણ વાંચો: IPL 2025: ઓરેન્જ કેપની રેસમાં કોણ આગળ? આ CSK ખેલાડી પાસે છે પર્પલ કેપ
બુમરાહની વાપસી અંગે અપડેટ આવ્યું
મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. બુમરાહ ઝડપથી સ્વસ્થ રહ્યો છે અને તે થોડા જ સમયમાં આઈપીએલ 2025માં જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે બુમરાહ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં છેલ્લી ચેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે મેદાનથી દૂર છે. જોકે બુમરાહ મેદાનથી હજૂ 2 મેચ સુધી દૂર રહી શકે છે.