બુમરાહ અને કરુણ નાયર વચ્ચે મેદાનમાં થયો ઝઘડો પછી લગાવ્યા એકબીજાને ગળે, વીડિયો આવ્યો સામે

IPL 2025માં તમામ મેચ શાનદાર રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં બુમરાહ અને કરુણ નાયર વચ્ચે મોટો વિવાદ જોવા મળ્યો હતો. મેચ બાદ બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા.
Sab theek hai bhai 🫂 pic.twitter.com/8pi2zFkh1w
— Delhi Capitals (@DelhiCapitals) April 14, 2025
આ પણ વાંચો: મેચની વચ્ચે હાર્દિક પંડ્યાનું બેટ કેમ ચેક કરવામાં આવ્યું?
કરુણ નાયર બુમરાહ સાથે ટકરાયા
છેલ્લા બોલ પર નાયર બે રન લેવા દોડી રહ્યો હતો તે સમયે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રહેલા જસપ્રીત બુમરાહ સાથે અથડાઈ ગયો હતો. નાયરે આ માટે બુમરાહની માફી પણ માંગી હતી. પરંતુ જ્યારે સમય પૂરો થયો, ત્યારે બુમરાહ તેની ટીમથી દૂર આવ્યો અને કરુણ નાયર સાથે વાત કરતો જોવા મળ્યો. હાર્દિક પંડ્યા બંને વચ્ચે બચાવ કરતો જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયોને શેર કર્યો હતો. જેમાં તે એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને એકબીજાને ગળે લગાવે છે અને હાથ મિલાવે છે. વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે બંને વચ્ચે મેદાનમાં જે મતભેદ થયો હતો તે દૂર થઈ ગયો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ‘બધું બરાબર છે ભાઈ.’