ધ્રોલના લતીપર પાસે ગમખ્વાર અકસ્માત; 3નાં મોત, 2 ઇજાગ્રસ્ત
જામનગરઃ જિલ્લામાં ધ્રોલ તાલુકામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી પ્રમાણે, ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતકોનાં નામ
- રીસીભાઇ મુકેશભાઈ ચભાડીયા
- ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા
- વિવેકભાઈ દિનેશભાઈ પરમાર