જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલન, 30થી વધુ ગુજરાતીઓ અટવાયાં

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારમાં ગુજરાતીઓ ફસાયા છે.

મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા અને ગાંધીનગરના 30થી વધુ જેટલા લોકો અટવાયા છે. પાલનપુરના 20 લોકો અને ગાંધીનગરના 20 લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે બનાસકાંઠા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી.

ત્યારે બનાસકાંઠાના કલેક્ટરે રામબનના કલેક્ટરનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક બચાવ ટુકડી મોકલવા માટે જણાવ્યું હતું. મોડી રાત સુધીમાં તમામને સલામત સ્થળે ખસેડવામાં આવશે.

આ મામલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે કહ્યુ હતુ કે, હાલ તમામ મુસાફરો સેફ છે. ખરાબ વાતાવરણને કારણે મુસાફરો અટવાયા છે. પાલનપુરમાં તમામ 20 મુસાફરોને નજીકના કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે. રાત્રે નજીકના સેન્ટર હોમમાં રહેશે અને સવારે ત્યાંના તંત્ર સાથે વાતચીત કરી અને રવાના કરાશે.