કુલગામ બાદ હવે કઠુઆમાં અથડામણ… સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા, એક જવાન શહીદ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામ બાદ હવે કઠુઆના બિલવર વિસ્તારમાં પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયા હતા. આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા દળોએ કઠુઆના બિલવાર ગામમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. માનવામાં આવે છે કે આ વિસ્તારમાં જૈશના આતંકીઓ ફસાયેલા છે. બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
કુલગામ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી સહિત પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા 2 આતંકીઓ પાસેથી ઘણા હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 2 AK47 રાઈફલ, 5 મેગેઝીન, પિસ્તોલ અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે.
#WATCH | On the Kulgam encounter, Javed Ahmad Matoo, DIG South Kashmir says, "Police, Army and CRPF took part in this encounter. 2 terrorists were killed and a lot of arms and ammunition were recovered from their possession. It is very difficult to identify the dead bodies. The… pic.twitter.com/928aCeRJtI
— ANI (@ANI) September 28, 2024
અધિકારીઓનું કહેવું છે કે કેટલાક ઇનપુટ્સના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જિલ્લાના અડીગામ ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્તચર માહિતી મળી હતી. આ પછી સેના પોલીસ અને સીઆરપીએફએ સાથે મળીને વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો સતર્ક છે અને કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે.
#WATCH | J&K: Kulgam encounter: Visuals of the arms and ammunition recovered from 2 terrorists killed in the encounter.
As per police, so far 2 AK 47 rifles, 5 magazines, pistols and other arms and ammunition have been recovered. https://t.co/pSUyaVMSgd pic.twitter.com/uYXoObAQ06
— ANI (@ANI) September 28, 2024
આ પણ વાંચો: સુરતમાં કરોડોની લૂંટ, પોલીસે 4 કલાકમાં જ રૂપિયા સાથે પાંચની ધરપકડ કરી
વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં કોગ (મંડલી) ગામની સ્થિતિ જોઈએ. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટર બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અનેક જગ્યાએ બેરીકેટ લગાવીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.