જમ્મુ-કાશ્મીર: ત્રાલમાં હમદાન દારૂલ ઉલૂમમાં આગ લાગી, 10 વર્ષના બાળકનું મોત, 6 લોકો દાઝ્યા

Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં આજે આગ લાગવાથી એક 10 વર્ષના વિદ્યાર્થીનું મોત થયું હતું અને 6 અન્ય ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રાલમાં હમદાન દારૂલ ઉલૂમમાં આગ લાગી હતી, જેમાં યાસીર અહમદ ગગ્ગી નામના એક છોકરાનું ગુંગળામણથી મૃત્યુ થયું હતું જ્યારે છ અન્ય લોકો દાઝી ગયા હતા.
આગ કાબુમાં આવી
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલ લોકોને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
માર્ચમાં શ્રીનગરમાં આગ લાગી હતી
અગાઉ માર્ચ મહિનામાં જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ભીષણ આગ લાગી હતી. શ્રીનગરના શાહિદગંજ વિસ્તારમાં સવારે ભીષણ આગ લાગી હતી, જેના કારણે ઘણા રહેણાંક મકાનો બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનાથી રહીશોમાં ગભરાટ અને અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ. વહેલી સવારે લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને ફાયર અને ઇમરજન્સી સેવાઓ હસ્તક્ષેપ કરે તે પહેલાં ઓછામાં ઓછા પાંચ ઘરોને પોતાની લપેટમાં લઈ લીધા. પોલીસે આગનું કારણ જાણવા માટે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.