June 30, 2024

IND vs ENG: ટીમ ઈન્ડિયા પાસે બે વર્ષ જૂનો બદલો લેવાની તક

IND vs ENG: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડનો આજે મહામુકાબલો છે. ભારત પાસે ઈંગ્લેન્ડ પાસેથી બદલો લેવાની આજે તક છે. આજના દિવસે રોહિત શર્મા પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે. રોહિતનું ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે 92 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ત્યારે આજની મેચમાં પણ રોહિત પાસે ચાહકો આશા રાખી રહ્યા છે. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં હજૂ સુધી વિરાટનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું નથી.

છેલ્લી સેમીફાઈનલમાં
ટી-20 વર્લ્ડ કપ 2022ની છેલ્લી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હાર આપી હતી. તે સમયે જોસ બટલર અને એલેક્સ હેલ્સના શાનદાર પ્રદર્શનથી ભારતની ટીમને હારવાનો વારો આવ્યો હતો. આ સમયે ભારતની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ઈંગ્લેન્ડે 16 ઓવરમાં મેળવી લીધો હતો. જોકે આ વખતની સિઝનમાં ભારતની ટીમ મજબૂત જોવા મળી રહી છે.

ભારતનો દબદબો
T20 ક્રિકેટમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. જેના કારણે આજની મેચમાં પણ ટીમ ઈન્ડિયાની જીત થઈ શકે છે. ભારતીય ટીમ ફરી એકવાર રોહિત શર્માના નેતૃત્વમાં જોસ બટલરની સેનાનો સામનો આજે સાંજે કરશે. T20 ક્રિકેટમાં બંને ટીમ અત્યાર સુધીમાં 23 વખત ટકરાય છે. જેમાં ભારતની ટીમની જીત 12 વખત અને ટીમ ઈંગ્લેન્ડની જીત 11 વખત થઈ છે. વિકેટકીપર પંત પણ લોકોની નજર છે. તેણે છેલ્લી છ મેચોમાં તેણે 132.53ના સ્ટ્રાઈક રેટથી 167 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. શિવમ દુબે પાંચમા નંબરે ઉતરશે. જો શિવમને ઉતારશે તો સંજુ સેમસનને બહાર બેસવું પડશે. હાર્દિક પંડ્યા ફરી એકવાર જોરદાર પ્રદર્શન કરી શકે છે. રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ નિશ્ચિત જોવા મળી રહ્યા છે. જસપ્રીત બુમરાહ ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે. આ સાથે અર્શદીપ સિંહ તેને સપોર્ટ કરતો જોવા મળશે.

આ પણ વાંચો: …તો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલ મેચ રમશે, આજની મેચમાં વરસાદની 90 ટકા શક્યતા

સંભવિત 11 ખેલાડી

ભારત: સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર),કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડ: જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલી.