December 21, 2024

Jaipur Tanker Blast Videos: ભૂલથી પણ પ્લે ન કરતા આ વીડિયો, રાત્રે ઊંઘ નહીં આવે

Jaipur Tanker Blast Videos: રાજસ્થાનના જયપુરમાં એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ થયો છે. જેમાં 40 વધારે વાહનોમાં આગ લાગી હતી. આ વચ્ચે આ સમયના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયો ખૂબ ભયાનક છે.

મૃત્યુઆંક 16 પર પહોંચ્યો
રાજસ્થાનના જયપુરમાં આજના દિવસે આગનો બનાવ બન્યો હતો. સવાર સવારમાં આવો બનાવ બન્યો કે લોકો ચોંકી ગયા હતા. આ બનાવના વીડિયોસોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેનો જોઈને કોઈ પણ પથ્થર હૃદયનો માણસ પણ ડરી જશે. અકસ્માત અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. આ આંકડો હજૂ પણ વધી શકે છે.

ભયાનક અકસ્માત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેનો અવાજ 20 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ વીડિયો વાયરલ થયા તેમાં જોઈ શકાય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો સળગતા જોવા મળી રહ્યા છે. પોતાને બચાવવા માટે આજીજી કરી રહ્યા છે. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ઘણા લોકો હાલ હોસ્પિટલમાં દાખલ છે.