June 29, 2024

જૈન મુનિનો મહિલા સાથે અશ્લીલ હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ભાવનગરઃ છેલ્લા ઘણાં સમયથી સાધુ-સંતોના અનેક અશ્લીલ વીડિયો વાયરલ થયા છે. ત્યારે હવે એક જૈન મુનિનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જૈન મુનિ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો 2 દિવસ પહેલાંનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જૈન મુનિ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરી રહ્યા છે તે વીડિયોમાં દેખાઈ રહ્યું છે. જૈન સાધુ રંગરેલિયા મનાવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની નવી આગાહી, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. જૈન મુનિનો વીડિયો વાયરલ થવાથી જૈન સમાજમાં પણ ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. જૈન સાધુ સમાજને લાંછન લગાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નોંધઃ ન્યૂઝ કેપિટલ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.