January 5, 2025

જગદંબિકા પાલ હશે વકફ સંશોધન વિધેયક માટે બનાવેલ JPCના અધ્યક્ષ

દિલ્હી: વકફ (સંશોધન) બિલને લઈને સંસદમાં ભારે હોબાળો થયો છે. સંસદના બંને ગૃહોમાં આ બિલ પર ઘણો હોબાળો થયો હતો અને ત્યારબાદ સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારે આ બિલને તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિ (JPC) પાસે મોકલ્યું હતું. હવે સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા જગદંબિકા પાલ આ સમિતિના વડા હશે. અધિકારીઓનું કહેવું છે કે જગદંબિકા પાલની અધ્યક્ષતામાં આ બિલની તપાસ કરવામાં આવશે.

સંયુક્ત સમિતિમાં કુલ 31 સભ્યો
લોકસભામાં વિપક્ષે આ બિલની જોગવાઈઓનો વિરોધ કર્યો છે. ત્યારબાદ, કેન્દ્ર સરકારે આ બિલને સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ તપાસ માટે મોકલ્યું હતું. જણાવી દઈએ કે સંસદની સંયુક્ત સમિતિમાં કુલ 31 સભ્યો છે. જેમાંથી 21 સભ્યો લોકસભાના અને 10 સભ્યો રાજ્યસભાના છે. સંયુક્ત સમિતિ તેનો રિપોર્ટ સંસદના આગામી સત્રમાં રજૂ કરશે. ગત શુક્રવારે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભા અને રાજ્યસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે જગદંબિકા પાલની અધ્યક્ષતાવાળી સંયુક્ત સમિતિ દ્વારા ટૂંક સમયમાં ઔપચારિક સૂચના જારી કરવામાં આવી શકે છે.

સભ્યોના લિસ્ટમાં આ નામ સામેલ
લોકસભાના સભ્યો: જગદંબિકા પાલ, ડૉ. નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ શાક્ય, અભિજીત ગંગોપાધ્યાય, ડી.કે. અરુણા, ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ, ડૉ. મોહમ્મદ જાવેદ, મોહિબુલ્લાહ, કલ્યાણ બેનર્જી, એ. રાજા, લાવુ શ્રી કૃષ્ણ દેવરાયાલુ, દિલેશ્વર કામેત, અરવિંદ સાવંત, સુરેશ ગોપીનાથ, નરેશ ગણપત મ્સ્કે, અરુણ ભારતી, અસદુદ્દીન ઓવૈસી.
રાજ્યસભાના સભ્યો: બ્રિજ લાલ, મેધા કુલકર્ણી, ગુલામ અલી, ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલ, ડૉ. સૈયદ નસીર હુસૈન, મોહમ્મદ નદીમુલ હક, વી. વિયાસાઈ રેડ્ડી, એમ. મોહમ્મદ અબ્દુલ્લા, સંજય સિંહ, ડૉ. ધર્મસ્થલ વીરેન્દ્ર હેગડે.